આવતા અઠવાડિયે વરસાદની સંભાવના વચ્ચે ફરી તાપમાન વધીને ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો શેકાઈ ગયા હતા. ૨૪ કલાક અગાઉ જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાવાની સાથે રાત્રિનાં તાપમાનનો પારો પણ ઉપર ચડીને ૩૦ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેની સાથે શુક્રવારની સવારે લઘુતમ તાપમાન સ્હેજ વધીને ૨૭.૮ ડિગ્રી નોંધાયું હતું. જાેકે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૭૪ ટકા રહ્યું હતું. આમ સવારે તાપમાન, ભેજમાં વધઘટ સાથે બફારો અનુભવાયો હતો અને બપોર થતા જ ઉકળાટની સાથે આકાશમાંથી અગનવર્ષા શરૂ થઈ જતાં ગુરુવારની સરખામણીએ શુક્રવારની બપોરે મહતમ તાપમાનનો પારો ૧.૪ ડિગ્રી વધીને ૪૦.૪ ડિગ્રીએ સ્થિર થતાં જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીનું મોજું ફરી વળ્યુ હતું. તેમજ બપોર બાદ વાતાવરણમાં ભેજ ૩૭ ટકા રહેતા ગરમીનું જાેર વધ્યું હતું. જાેકે ચોમાસુ આ વર્ષે વહેલું હોય જેથી ગરમીમાં વધારો નોંધાયો હોવાનું જણાવ્યું હતું. અત્રે નોંધનીય એ છે કે, ચોમાસુ નજીક આવી પહોંચ્યું છે અને એકાદ બે દિવસમાં જ વરસાદી માહોલ જાેવા મળશે. બાદમાં તેમા વધારો થતો જશે. જાે કે, ૧૪ જુનની આસપાસ તો સારો વરસાદ થનાર હોવાનું કહેવાઈ રહ્યું છે.