ગણેશ કેસમાં પકડાયેલા ૧૦ આરોપીની ફરીયાદીની સમક્ષ ઓળખ પરેડ કરાવાઈ

0

જૂનાગઢ જીલ્લા અુનુસુચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય રાજુભાઈ સોલંકીનું અપહરણ, હત્યાની કોશિષ સહિતના ગુનામાં પકડાયેલા અજાણ્યા ૧૦ આરોપીઓની ફરિયાદી સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. તેમજ આ કેસમાં આોરપીના રિમાન્ડ મેળવવા માટે પોલીસ હાઈકોર્ટમાં અપીલ કરશે. સંજય સોલંકીનું કાળવા ચોકમાંથી અપહરણ કરીને ગોંડલ તરફ લઈ જઈને ત્યાં લોખંડના પાઈપ વડે માર મારીને નગ્ન કરી વિડીયો ઉતારી માફી મંગાવી, હત્યાની કોશિષ કરવાના ગુનામાં પોલીસે મુખ્ય આરોપી ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના ૮ આરોપીની ધરપકડ કરી હતી અને તેઓને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરીને તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે આરોપીના રિમાન્ડ ના મંજુર થતા અને આ કેસને મજબુત કરવા માટે હજુ અનેક મુદ્દાઓ ઉપર પોલીસ તપાસ બાકી હોય જેથી આરોપીઓની હાજરી આવશ્યક હોવાથી તપાસનીશ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવા માટે સરકારી વકીલનો અભિપ્રાય મેળવીને હાઈકોર્ટમાં અપીલ કરશે અને આ કેસમાં હજુ અન્ય આરોપીઓના નામ પણ સામે આવે તેવું પોલીસ માની રહી છે. જેથી આ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ જે ૧૦ અજાણ્યા આરોપીઓ હતા તેની ફરિયાદી સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી.જ્ઞ

error: Content is protected !!