તાલાળાના જમાલપરા, વિઠલપૂર, વડાળા, રાયડી, પાણીકોઠા, પાવડી સહિતના ગામોમાં મેઘરાજની તોફાની બેટિંગ

0

બે થી ત્રણ ઇંચ વરસાદથી નદીનાળાઓ પુર : ખેતરો છલકાયા

તાલાળા તાલુકાના જમાલપરા, વિઠલપૂર, વડાળા, રાયડી, પાણીકોઠા, પાવડી, પિખોર, સેમળીયા સહિત ગામોમાં બપોર પછી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. એક કલાકમાં ધોધમાર ત્રણથી ચાર ઇંચ વરસાદથી નદીનાળાઓમાં પુર આવ્યા હતા અને ખેતરો તરબોળ થયા હતા. ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી જાેવા મળ્યા હતા. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી છે.(તસ્વીર ઃ જાદવ ચુડાસમા)

error: Content is protected !!