હસ્નાપુર ડેમના વોચ ટાવરમાં નુકશાની કર્યાની બે વિરૂધ્ધ ફરીયાદ

0


જૂનાગઢ તાલુકામાં આવેલ હસ્નાપુર ડેમના વોચ ટાવરમાં ડેરવાણના બે શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કરી બારીના કાચ, પ્લાસ્ટીકની ખુરશી સહિતની વસ્તુઓ તોડી ૪૦ હજારનું નુકશાની કર્યાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસમાં સંજયગીરી અલેકગીરી ગોસ્વામીએ આરોપી તરીકે શકતીસીહ ઉર્ફે ચકુ ભાટી અને કિરીટ ઉર્ફે ભલો વસ્તાભાઈ ભાટી રહે.બંને ડેરવાણી તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓએ હસ્નાપુર ડેમ વોચ ટાવર પ્રતિબંધિત જગ્યાએ કોઈ મંજુરી વગર રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી વોચ ટાવરની બારીઓના કાચ, પ્લાસ્ટીકની ખુરશી તથા ટેબલ સહિતની વસ્તુઓની તોડફોડ કરી સરકારી મિલ્કતને રૂા.૪૦,૦૦૦ની નુકશાની કરી ફરીયાદી સાથે ગાળાગાળી કરી ધમકી આપ્યા અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!