જૂનાગઢમાં વ્યાજખોરના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લેતા મોત

0


જૂનાગઢ શહેરના ધરાનગરમાં રહેતા યુવાને તેના મિત્રને વ્યાજે રૂપીયા અપાવેલ જે રૂપિયા પરત મેળવવા વ્યાજખોરે માનસીક ત્રાસ આપતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું એ ડીવીઝન પોલીસમાં નોંધાયું છે.
આ અંગે એ ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતોઅનુસાર વિજયાબેન દિપકભાઈ રાઠોડે આરોપી રવી કિશોરભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના પતી દીપકભાઇ કાનજીભાઇએ તેના મીત્ર માટે આરોપી રવી કિશોરભાઈ સોલંકી પાસેથી વ્યાજે રૂપીયા અપાવેલ હોય તે વ્યાજે અપાવેલ રૂપીયા પરત લેવા માટે આરોપીએ મરણ જનારને અવાર નવાર માનસીક ત્રાસ આપી મરવા પર મજબુર કરતા દિપકભાઈ રાઠોડે પોતાના રહેણાંક મકાને આરોપીના ત્રાસ થી ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પરમારે હાથ ધરી છે.

error: Content is protected !!