ખંભાળિયા વરિયા પ્રજાપતિ જ્ઞાતિના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

0

પ્રમુખ તરીકે રતિલાલભાઈ અને ઉપપ્રમુખ ધીરૂભાઈ ટાકોદરા


ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં અષાઢી બીજ નીમીતે જામનગર ર્કિતન મંડળના ઉપક્રમે ભગવાન જગન્નાથના ર્કિતનના આયોજન સાથે સમુહ તથા સાહિત્યના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના દાતા ગોરધનભાઈ ભોવાનભાઈ વાડોલિયાના સહયોગથી સમસ્ત પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજનનો લાભ લીધો હતો. આ સાથે યોજવામાં આવેલી જ્ઞાતિજનોની સામાન્ય સભામાં સમાજના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રતિલાલ કે. નડિયાપરા, ઉપપ્રમુખ ધીરુભાઈ એન. ટાકોદરા, મંત્રી હસમુખભાઈ વી. વાડોલિયા સહમંત્રી તરીકે રાજેશભાઈ નડિયાપરા, ખજાનચી તરીકે જીગ્નેશભાઈ વાડોલિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સાથે સંસ્થામાં શૈલેષભાઈ ટાકોદરા, ધીરુભાઈ ઈડરીયા, શાંતિલાલ આશીયાણી, દિલીપભાઈ લાઠીયા, વિનોદભાઈ વાડોલિયા, ભરતભાઈ નડિયાપરા, રાધવજીભાઈ નડિયાપરા, વિનુભાઈ વાડોલિયા અને સુરેશભાઈ લાઠિયાની સદસ્ય તરીકે તેમજ સલાહકાર સભ્યો સાથેની સર્વસંમતિથી કમીટીની રચના કરવામાં આવી હતી. જેને સૌકોઈએ આવકારી, શુભેચ્છાઓ પાઠવી હતી.

error: Content is protected !!