ખંભાળિયામાં લાયન્સ ક્લબના આગામી વર્ષના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ તાજેતરમાં અત્રે બજાણા રોડ ઉપર આવેલા ભગવતી હોલ ખાતે ખાતે યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે ખંભાળિયાના સેવાભાવી ડો. સાગર ભૂત તથા સેક્રેટરી તરીકે પત્રકાર પરબતભાઈ ગઢવી તેમજ ટ્રેઝરર તરીકે હાડાભા જામ સહિતની ટીમે લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણીના વરદ હસ્તે પોતાની જવાબદારી સંભાળી હતી. લાયન્સ ક્લબના તત્કાલીન પ્રમુખ નિમિષાબેન નકુમના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યકમમાં પરેશભાઈ મહેતા, રાજેન્દ્ર રાયવડેરા સહિત સંસ્થાના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં આગામી વર્ષના નવા હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે એભાભાઈ કરમુર, યોગેશભાઈ મોટાણી અને ડો. અમિત નકુમ, કલબ કાઉન્સિલર તરીકે ઉદ્યોગપતિ પરાગભાઈ બરછા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. ભરત વાનરીયા અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે દિવ્યેશ મોદી, લાયન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડો. નિલેશભાઈ રાયઠઠા, સુંદરજીભાઈ સુરેલીયા, ઘનશ્યામસિંહ જાડેજા તેમજ જી.એમ.ટી. દિનેશભાઈ પોપટ, જાનકીબેન ભૂત સહિત હોદેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે તત્કાલીન પ્રમુખ નિમિષાબેન નકુમે સૌનું સ્વાગત કરી, સહયોગ આપનાર આભાર વ્યક્ત કર્યો હતો. હાડાભા જામે ગત વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીએ લાયન્સ ક્લબની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી, શુભેચ્છાઓ પાઠવીને સાથ સહકારની ખાતરી આપી હતી. નવા વરાયેલા પ્રમુખ ડો. સાગર ભૂતે આગામી વર્ષની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી સમગ્ર ટીમ અને દાતાઓનો સહકાર પણ મળતો રહેશે અને વધુને વધુ સેવા પ્રવૃત્તિઓ દ્વારા ક્લબનું નામ ગાજતું અને ગુંજતું કરવા ખાત્રી આપી હતી. આ સાથે આગામી વર્ષના ચાર નવા સભ્યોને આવકારી, શપથ વિધિ કરાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પરબતભાઈ ગઢવી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશભાઈ બરછા તેમજ દિનેશભાઈ પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શપથ સમારોહ પ્રસંગે કીટ વિતરણ સહિતની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી.