કલ્યાણપુર પંથકમાં દારૂ પ્રકરણમાં નાસતા ફરતા બે આરોપીઓને દબોચી લેતી એલસીબી પોલીસ

0

કલ્યાણપુર તાલુકામાં થોડા સમય પૂર્વે ઝડપાયેલા દારૂ પ્રકરણ સંદર્ભે ભાણવડ તાલુકાના રાણપર ગામના જગા દાના શામળા અને પોરબંદર તાલુકાના બાવળવાવ ગામના બાવન કાના કટારા નામના બે શખ્સોના નામ ખુલવા પામ્યા હતા. જે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં એએસઆઈ અરજણભાઈ આહીર, જયદેવસિંહ જાડેજા વિગેરેની બાતમીના આધારે છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા ઉપરોક્ત બંને આરોપી જગા દાના રબારી (ઉ.વ. ૪૨) અને બાવન કાના રબારી (ઉ.વ. ૨૭) નામના બંને માલધારી શખ્સોને ઝડપી લઇ, તેનો કબજાે કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસીયા, એસ.એસ. ચૌહાણ એસ.વી કાંબલીયા, અરજણભાઈ, જયદેવસિંહ, પરેશભાઈ, નિલેશભાઈ, મનહરસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!