કલ્યાણપુરના ગાગા ગામે ટોર્ચબતીના અજવાળે જુગારની મોજ માણી રહેલા છ શખ્સો ઝડપાયા

0

કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સોમવારે રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં બેસીને હાથબત્તીના અજવાળે ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા મેરામણ ધના ચાવડા, નારાયણ કાનજી પરમાર, મથુર ભાણજીભાઈ પરમાર, રઘુવીરસિંહ ભીખુભા વાઢેર મયુરસિંહ ઉર્ફે મહિપતસિંહ લગધીરસિંહ જાડેજા અને દીપકસિંહ મંગળસિંહ વાઢેરને જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂા.૧૨,૨૦૦નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!