You are at:Home»Breaking News»દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ જુગાર દરોડામાં છ મહિલાઓ સહિત ૨૭ શખ્સો ઝડપાયા ઃ રૂપિયા ૨.૧૬ લાખનો મુદ્દામાલ કબજે ખંભાળિયાના સુમરા તરઘડી ગામે ધમધમતા જુગારધામમાંથી સાત શખ્સો ઝબ્બે ખંભાળિયા પંથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ ઈન્ચાર્જ પી.આઈ. વી.બી. પિઠીયા દ્વારા ગુરૂવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી તેમજ યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, ખંભાળિયાથી આશરે આઠ કિલોમીટર દૂર સુમરા તરઘડી ગામની સીમમાં આસા સામરા લુણા (રહે. શક્તિનગર)ની કબજા ભોગવટાની વાડીમાં આવેલા મકાનમાં બહારથી માણસો બોલાવી અને જુગાર રમવા માટેના સાધનો, સગવડો પૂરી પાડી, પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાડાતા જુગારમાંથી પોલીસે આસા સામરા લુણા, ધવલ હરિભાઈ માયાણી, માડી ગામના ખીમાણંદ ધના જામ, ગાયત્રીનગરના લખુ મહેશ માયાણી, જડેશ્વર ટેકરી પાસે રહેતા રામ પબુ રૂડાચ, ગાયત્રીનગરમાં રહેતા મિલન લીરાભાઈ નકુમ અને મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા રાયદે અરજણ શાખરા નામના કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા ૬૦,૫૦૦ રોકડા તથા રૂપિયા ૫૦ હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૧,૧૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી. મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં એલસીબી પોલીસે ગુરુવારે સાંજના સમયે જુગાર દરોડો પાડી, અજુભા લખમણભા ભાયા નામના શખ્સના રહેણાંક મકાન નજીકથી જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી, પૈસાની હારજીત કરતા અજુભા લખમણભા ભાયા, ભારત ગોવિંદ ટાંક, હીનાબેન મનોજ નાયાણી, પાલુબેન વીરાભા માણેક, જસુબેન સુરાભા કેર, જેઠુબેન લખમણભા ભાયા અને આસુબેન નાથભા સુમણીયાને ઝડપી લીધા હતા. આ જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા ૫૦,૧૫૦ રોકડા તથા રૂપિયા ૧૧,૦૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૬૧,૧૫૦ નો મુદ્દામાલ કરજે કરી, મીઠાપુર પોલીસમાં નોંધાવવામાં આવ્યો છે. ઓખાના ભૂંગા વિસ્તારમાંથી એલસીબી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ગંભીરભા લખમણભા માણેક, ડાડુભા ભીખાભા માણેક નવઘણભા બાલુભા સુમણીયા, જુસબ ઈસ્માઈલ કુરેશી, અબ્દુલ ફકીરમામદ ચના, લતીફ ઈશાક સોઢા અને હુસેન નુરમામદ ચાવડાને ઝડપી લઈ, રૂપિયા ૨૧,૪૮૦ રોકડા તથા રૂપિયા ૧૦,૫૦૦ ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૩૧,૯૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં ઓખા મરીન પોલીસે ક્રિકેટ ગ્રાઉન્ડની સામેના ભાગેથી કરીમ દાદાઅલી મોદી, પ્રેમજી બચુભાઈ લોઢારી, અનવર યુસુફ સૈયદ, જીકર ઈસ્માઈલ બોલીમ અને સંજય ગોવિંદ ખારવાને ઝડપી લઇ, રૂપિયા ૧૧,૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી, ગુનો નોંધ્યો હતો.»kunjan jugar photo