ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઈઆરઈ પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન મુજબ રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ધવલભાઈ દવેલ, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાલ, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાની રાહબરીમાંરાજકોટ જીલ્લા ભાજપ દ્વારા તમામ તાલુકા અને નગરપાલિકાઓમાં ગુરૂપુર્ણિમા દિવસે કાર્યકર્તાઓ દ્વારા તમામ ધર્મસ્થાનો ઉપર ગુરૂપૂજન કરીને તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્તકરાઈ હતી. જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ મહર્ષિ વેદ વ્યાસ જયંતીના દિવસે ગુરૂપુર્ણિમા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આ દિવસે સૌ કોઈ ગુરૂની પૂજા કરે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ગુરૂનું અદકેરૂ સ્થાન છે. “ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મેશ્રી ગુરૂદેવ નમઃ” રાજકોટ જીલ્લા ભાજપના આગેવાનોએ ગુરૂપુર્ણિમા નિમિતે સર્વે જનતાઓને શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે, દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સ્વરૂપમાં ગુરૂ હોય છે, સનાતન ધર્મના ઉદેશો ગુરૂને સર્વોચ્ચ સ્થાન સાથે માન આપે છે, કારણ કે એકમાત્ર ગુરૂ જ ભક્તને સાચું જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે માર્ગદર્શન આપે છે. ગુરૂના માર્ગદર્શન વિના બ્રહ્મજ્ઞાન અને મોક્ષમાર્ગ અધુરો રહે છે. ગુરૂ તરીકે આપણા માતા-પિતા આપણા શિક્ષકો હોય કે પછી કોઈ એવી વ્યક્તિ જે આપણને આપણા જીવનમાં કંઈકને કંઈક નવું શીખવે છે. ગુરૂપુર્ણિમાએ એક એવો સંયોગ છે કે જે દિવસ નિમિત્તે ગુરૂવંદના અને ગુરૂ પૂજવાનું અવસર પ્રાપ્ત થાય છેે. આ ગુરૂપુર્ણિમા ઉત્સવમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ, વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય, વર્તમાન અને પૂર્વ બોર્ડ નિગમના ચેરમેન, વાઈચેરમેન, ડિરેક્ટર વર્તમાન અને પૂર્વ જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો વર્તમાન અને પૂર્વ જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ યાદીમાં જણાવે છે.