જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલી બાતમી તથા આ બાબતની ગંભીરતા ધ્યાને લઇ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ઉના, જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ તથા મામલતદાર, ઉનાની સંયુક્ત ટીમ બનાવી રેઇડ પડવાની સૂચના આપતા અધિક કલેકટર રાજેશ આલનાં માર્ગદર્શન હેઠળ લૂઝ ચોખા, ફોટિર્ફાઇડ ચોખ્ખા સહિત ૬૦ કિ.ગ્રા. ની ભરતીના એક એવા કુલ -૧૯૪ કટ્ટા, બાલશક્તિના ૧૭ પેકેટ, રોયલ સ્ટેગ અને પ્રિન્સ જોન્સ બ્રાન્ડની ૧,૩૫૩ બોટલ રેઇડ દરમ્યાન મળી આવી હતી. આ સમગ્ર જથ્થો અમરેલી જિલ્લાના ખાંભાના યોગેશગીરી લક્ષ્મણગીરી ગોસ્વામીનું હોવાનું તપાસમાં પડ્યું હતું. આ સમગ્ર મુદ્દામાલની કિંમત રૂા.૪.૩૪ લાખ થવા જાય છે. આ બધી માલમત્તા મળી આવ્યા બાદ કલેક્ટરશ્રીની સૂચના મુજબ ઉનાના પ્રાંત અધિકારીશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૪૧ હેઠળ આગળની તપાસ માટેની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે વધુ તપાસ ઉના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. જિલ્લામાં પ્રથમવાર કલેકટરની રેડમાં દારૂ પકડાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.