ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શીશપાલજી રાજપુત તથા વિશેષ અધિકારી બિશનસીંગ બેદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ૧૦૦૦ થી પણ વધુ યોગ કોચ/ટ્રેનરોને વલસાડના ધરમપુર ખાતે ત્રિ દિવસીય રીફ્રેશર યોગ તાલીમ શિબિરનું આયોજન ૨૯ થી ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધી કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ,તાલુકાઓ માંથી ૧૦૦૦ થી પણ વધુ સંખ્યામાં યોગીઓ જાેડાયા હતા.યોગ ઉપરાંત અનેક મોટીવેશનલ એક્ટિવિટીની પણ તાલીમ આપવામાં આવી હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૮ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડીનેટર પ્રીતિબેન શુકલ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના યોગ કોર્ડીનેટર ધનાભા જડિયા,દ્વારકા યોગકોચ સન્ની પુરોહિત,ખંભાળિયા ટ્રેનર ખીમજીભાઈ નકુમ,ઓખા ટ્રેનર રક્ષાબેન જાેશી,ભાણવડ ટ્રેનરો માધવી ખાણઘર,જસ્મીન જાવિયા, અલ્પાબેન પંડ્યા,વિમલાબેન કંટેસરિયા વગેરે જાેડાયા હતા અને સફળતાપૂર્વક આ તાલીમ પૂર્ણ કરી હતી.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધરમપુર વલસાડ ખાતે આ ત્રીજું સફળ આયોજન થયુ. ફેબ્રુઆરી માસ ૨૦૨૪ માં પણ ૫૦૦ જેટલા કોચને તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે દ્વારકા જિલ્લા યોગ કોઓર્ડીનેટર ધનાભા જડિયા તેમજ દ્વારકા ટીમ દ્વારા ચેરમેન શિશપાલજીને દ્વારકાધીશ જગત મંદિરનો પ્રસાદ તેમજ દ્વારકા મહાત્મય પુસ્તક આપી સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ તાલીમમાં ફક્ત એજ યોગ કોચ/ટ્રેનરોની પસંદગી કરવામાં આવી હતી જેઓ પોતાના કાર્યમાં પોતાના કાર્યમાં છેલ્લા ત્રણ માસથી એક્ટિવ છે.