ઊના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એન. રાણા અને પીએસઆઈ જેબલિયા, પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ નારણભાઈ છેલના, અનિલભાઈ ભૂપતભાઇ જાદવ અને સ્ટાફને બાતમી મળી હતી કે રાજકોટ માલવિયાનગર પોલસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂની હુમલાનો એક આરોપી નાસતો ફરતો હતો દેલવાડા પાસે આવેલ હોય તુરંત પહોંચી દેલવાડાની નવાબંદર ચોકડી પાસે એક યુવાન શંકા સ્પદ રીતે ઊભો હોય પકડવા જતા નાસવા લાગેલ પોલીસે તુરંત પકડી પૂછપરછ કરતા તેમનું નામ મીત ઉર્ફે ભાજી રમેશભાઈ ખગ્રામ રે. રાજકોટનો હોવાનું જણાવતા રાજકોટ માલવિયાનગર પોલસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ હોવાની કબૂલાત આપી હતી. ઊના પોલીસે રાજકોટ પોલીસને જાણ કરતા ઊના આવી આરોપીનો કબજાે લઈ લીધો હતો.