ઓખા શહેરમાં સહુથી મોટા પંડાલમા ઓખા કા રાજા ગજાનંદ દાદાની ધમાકેદાર એન્ટ્રી

0

ત્રીજા દિવસે થોભાણી પરિવાર દ્વારા ભસ્મ સમૂહ આરતી


ઓખા નગરપાલિકા વિસ્તારનાં સહુથી મોટા પંડાલ નવીબજાર, જવાહર રોડમાં શ્રી રામની થીમ આધારિત મૂર્તિ બેસાડી ગણેશ દાદા ની ૧૧ દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા ૧૦ વર્ષથી ઓખાના દરેક સમાજના લોકો સાથે મળી આ ગણેશ મોહત્સવ ઉજવે છે. પ્રથમ દિવસેજ બ્રહ્મસમાજની વાડીએથી ગજાનંદ દાદાની શોભાયાત્રામાં નાના બાળકો, યુવનો, મહિલાઓ તથા વડીલો મોટી સંખ્યામાં જાેડાયા હતા. ઓખા કા રાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે પહેલા દિવસે ગીરીશભાઈ જાેષી પરિવાર તથા બીજે દિવસે મનોજભાઈ થોભાણી પરિવાર દ્વારા બાપાને વધાવ્યા હતા. અહીં બાપાની ભષ્મ આરતી કરી દાદાને લાડુના ભોગ ધારાવ્યા હતા. ૧૧ દિવસ સુધી આ મોહત્સવમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજાશે. અહીં આ મોહત્સવના મુખ્ય આયોજક રવુભા માણેક પરિવાર તથા તેમની યુવા ટીમ ખુબ જ સારી જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!