કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા મોદક તથા ગણપતિ મેકીંગ સ્પર્ધા યોજવામાં આવી

0


કેશોદ ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રિય કક્ષાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકિય સંસ્થા છે. તેમની રાષ્ટ્ર લેવલે ૧૫૦૦ જેટલી શાખાઓ આવેલી છે. સંસ્થાના મુખ્ય પ્રકલ્પ જે દરેક શાખા દ્વારા વર્ષ દરમ્યાન કરવાનાં હોય છે. જેમાં ભારત કો જાનો, વડીલ વંદના તેમજ ગુરૂ વંદન છાત્ર અભિનંદન, રાષ્ટ્રીય સમુહ ગાન સ્પર્ધા વગેરે યોજવામાં આવે છે. કેશોદના નહેરૂનગરમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા લાડુ સ્પર્ધા તેમજ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. લાડુ મેકિંગ સ્પર્ધાના સંયોજક ગોસ્વામીના જણાવ્યા મુજબ કુલ ૩૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૨૫ ભાઈઓ તથા પાંચ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ડાભી કુલદીપ જેમણે ૧૧ લાડવો આરોગ્ય હતા. બીજા નંબર ઉપર સિસોદિયા લખન આવેલા હતા જેમણે દસ લાડુ આરોગ્ય હતા આ ઉપરાંત બહેનોના વિભાગમાંથી હીનાબેન રૂપારેલીયા પ્રથમ આવેલા હતા જેમણે પાંચ લાડુ આરોગ્ય હતા. જ્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ સ્પર્ધામાં કુલ ૩૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમના સંયોજક સંદીપ ઠકરારના જણાવ્યા મુજબ આ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા માટી લોટ પાંદડા વગેરે નેચરલ મટીરીયલ દ્વારા અવનવા ગણપતિ બનાવ્યા હતા. જેમાં પ્રથમ વિભાગમાં આસ્થા સોલંકી પ્રથમ રહ્યા હતા. જ્યારે બીજા નંબર ઉપર બેરા પરીન રહ્યા હતા જ્યારે વિભાગ-બીમાં પ્રથમ ધનવી મુછડીયા રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત સ્પર્ધામાં સૌ પ્રથમ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, મેહુલભાઈ ગોંડલીયા, પ્રવીણભાઈ ભાલારા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સ્નેહલ તન્ના, સચિવ દિનેશભાઈ કાનાબાર વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરે સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવેલી હતી. પ્રારંભમાં પ્રમુખ દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલું હતું. ત્યારબાદ સ્પર્ધાઓ શરૂ કરવામાં આવેલી હતી. પ્રથમ સ્પર્ધા લાડુ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિંતનભાઈ પનારા તેમજ ઝાલાવાડીયા રહ્યા હતા. જ્યારે લાડુ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્નેહલ તન્ના તેમજ દિનેશ કાનાબાર રહ્યા હતા. આ સ્પર્ધાના સ્પોન્સર તરીકે ન્યુ એરા પ્રોફેસરના સંચાલક ડોક્ટર પ્રવીણભાઈ ગજેરા રહ્યા હતા.

error: Content is protected !!