કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રણછોડજી મંદિરેથી વાજતેગાજતે ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના યજમાન પરિવાર સહિત વિસ્તારના રહીશો બહોળી સંખ્યામાં પોથી યાત્રામાં જાેડાયા હતાં અને મુખ્ય ચોક વિસ્તારમાં બેન્ડ વાજાના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કેશોદના આંબાવાડી વિસ્તારમાં શરૂ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી બીરજુપ્રસાદ એસ. ઉપાધ્યાય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યાં છે. કેશોદના મહિલા મંડળ ગજાનન ગૃપ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અદાણીપરા શેરી નંબર ચાર આંબાવાડી ખાતે રોજ બપોરે ૩ઃ૩૦ કલાકે થી સાજે ૬ઃ૩૦ કલાક સુધી કપીલ જન્મથી કથાનો પ્રારંભ કરી શ્રી નૃસિંહ પ્રાગટ્ય, શ્રી વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર સહિત તમામ ઉત્સવો આસ્થાભેર ઉજવણી કરી તારીખ ૧૪-૯-૨૦૨૪ શનિવારે કથાને વિરામ આપવામાં આવશે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં યોજવામાં આવેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી શાસ્ત્રી બીરજુપ્રસાદ એસ. ઉપાધ્યાયની દિવ્ય વાણીનો લાભ લઈ ભાવવિભોર બની જાય છે. કેશોદના શહેરીજનોને આંબાવાડી વિસ્તારમાં યોજવામાં આવેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં પધારવા મહિલા મંડળ ગજાનન ગૃપ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.