ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ મા જન્મદિવસ નિમિતે ખંભાળિયામાં જિલ્લા ભાજપની સુચના મુજબ સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મંગળવારે ખંભાળિયા શહેર ભાજપ દ્વારા અહીંના જલારામ મંદિર ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમ જિલ્લા અંધજન મંડળના પરસોતમ નકુમ, ભાયાભાઈ નંદાણીયા અને વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના મનીષભાઈ ચંદારાણા અને પ્રવીણભાઈ વાઘેલાની આગેવાની હેઠળ ૩૦ થી વધુ નેત્રહીન પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. સાથે દિવ્યાંગ બાળકોના હાથે કેક કપાવીને ઉપસ્થિતોના મોં મીઠા કરાવ્યા હતા. અહીં સદસ્યતા અભિયાન અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનોએ સદસ્યતા સ્વીકારી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઇ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધન કરીને માર્ગદર્શન આપી, ૫૦૦ થી વધુ સદસ્ય બનાવનારનું સન્માન કરી, સર્વેને શુભેચ્છા પાઠવી હતી. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, શહેર ભાજપ મહામંત્રી અને કાર્યક્રમ ઇન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, પી.એમ. ગઢવી, ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ, જીગ્નેશભાઈ પરમાર, મુકેશભાઈ કાનાણી, ભવ્ય ગોકાણી, મિલનભાઈ કિરતસાતા, વિશાલ કુંડલિયા, હેમલ મહેતા, રેખાબેન ઝીલકા, પ્રવીણ જમજાેડ, હસુભાઈ ધોળકિયા, સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.