દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા કલ્યાણપુર અને રાજકોટમાં બાઈક ચોરી પ્રકરણમાં સંડોવાયેલા દેવળીયાના આરોપીને ઝડપી લઈ, કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા લાખાભાઈ પિંડારીયા અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામ દેવળીયાથી કલ્યાણપુર તરફ જતા માર્ગ પર મોટરસાયકલ લઈને નીકળેલા હેપ્પીન સંજયભાઈ અંકલેશ્વરીયા (ઉ.વ. ૨૧, રહે. દેવળીયા, તા. કલ્યાણપુર) ને અટકાવી તેની પૂછપરછ કરતા તેના દ્વારા અગાઉ કરવામાં આવેલી બે મોટરસાયકલની ચોરીની કબુલાત આપી હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપી પાસેથી સ્પ્લેન્ડર અને એકટીવા મોટરસાયકલ અને ૫,૦૦૦ રૂપિયાનો મોબાઈલ ફોન મળી, કુલ રૂા. ૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી હતી. આરોપીએ આજથી આશરે ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં નાગેશ્વર સોસાયટી ખાતેથી એક્ટિવાની જ્યારે સ્પ્લેન્ડર બાઈક તેણે દેવળીયા ગામેથી ઉઠાવ્યું હતું હોવાની કબુલાત એલ.સી.બી. પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.