મીઠાપુર નજીક કારમાંથી દારૂ, બિયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા : રૂા.૫.૬૪ લાખનો મુદ્દામાલ કબજે

0

ઓખા મંડળના મીઠાપુર સોસાયટીમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં ગરબી ચોક પાસેથી જી.જે ૩૭ ટી. ૯૨૬૦ નંબરની એક સ્વીફ્ટ મોટરકારના ચેકિંગ દરમ્યાન પોલીસને આ મોટરકારમાંથી દારૂ, બિયરનો જથ્થો સાંપળ્યો હતો. તેની વધુ તપાસમાં મોટરકારમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની ૨૪૦ બોટલ વિદેશી શરાબ તેમજ ૨૩ બિયરના ટીમ મળી આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા ૫,૬૩,૭૪૦ ના મુદ્દામાલ સાથે જય અંબે સોસાયટી માં રહેતા જીગર સાગરભાઈ પંડ્યા (ઉ.વ. ૨૫) અને આ જ વિસ્તારમાં રહેતા અરજણભા ઉર્ફ અજય ગાંગાભા માણેક (ઉ.વ. ૨૬) ની અટકાયત કરી ધોરણ સાત ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. તુષાર પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!