વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે પરિમલભાઈ નથવાણીએ દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર કર્યું ધ્વજારોહણ

0

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મંગળવારે ૭૫ મો જન્મદિન હોય, તેમને શુભેચ્છાના ભાગરૂપે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી દ્વારા ગુગળી જ્ઞાતિના મંત્રી કપિલભાઈ વાયડાના હસ્તે ભગવાન દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન કરાવી અને જગત મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શારદાપીઠ પરિસરમાં ગઈકાલે સવારે સનાતન ધર્મ ના પવિત્ર ભગવા રંગની ધ્વજાજીનું પૂજન કપિલભાઈ વાયડા તથા દ્વારકાધીશ જગત મંદિરના યજમાન વૃત્તિ કરતા પંડાઓએ શાસ્ત્રો વૈદિક મંત્રોચાર સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠનું પઠન કરી ધ્વજાજીનું પૂજન ધાર્મિક વિધિ વિધાન મુજબ આચાર્ય વત્સલભાઈ પુરોહિતે કરાવ્યું હતું. કપિલભાઈ વાયડાએ ધ્વજાજીને દ્વારકાધીશજીના ચરણોમાં અર્પણ કરી પૂજારીએ ધ્વજાજીને અબીલ ગુલાલ અને તુલસીજી અર્પણ કરી, દ્વારકાધીશ મંદિર પરિસરમાં મંદિરની ચારેય દિશામાં ભગવાન દ્વારકાધીશની ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી. આ વખતે દ્વારકાધીશજી મંદિર પરિસરમાં ઉપસ્થિત ભાવિકો ભક્તોએ પણ ધ્વજાજીને મસ્તક ઉપર લઈને ભાવપૂર્વક નરેન્દ્ર મોદીજીને શુભેચ્છા પાઠવી હતી. પરિમલભાઈ નથવાણી દ્વારકાધીશજીના પરમ ભક્ત છે અને તેઓ કેન્દ્ર સરકારમાં રાજ્ય સભાના સદસ્ય તરીકે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સાસણગીર અને દ્વારકાના વિકાસમાં ખાસ ભૂમિકા ભજવે છે. તેઓ મોદી સાથે દ્વારકાના વિકાસની યોજનાઓ કરતા હોય છે.

error: Content is protected !!