ઊના તાલુકાના મોટા ડેસર ગામે રૂપિયાની હારજીતનો જુગાર રમતા આઠ જુગારીઓને ઊના પોલીસે રૂા.૨૧૭૧૦ સાથે પકડી લીધા

0

ઊનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન. રાણાની સૂચનાથી સર્વેલન્સ સ્કોવડના પીએસઆઇ આર.પી. જાદવ, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ એમ. પરમાર, જાેરૂભા નારણભાઈ મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ વેલાભાઈ સોલંકી, હરપાલસિંહ મહાવીરસિંહ ચુડાસમા, વિજયભાઈ હાજાભાઈ રામને બાતમી આધારે ઊના તાલુકાના મોટા ડેસર ગામે તળાવડી વિસ્તારમાં લોકો જુગાર રમતાં હોય રેડ કરતા જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા હિતેશ ધીરૂભાઈ સોલંકી, અશ્વિન લખમણભાઇ બાંભણિયા, લાલજી ભાણાભાઈ દમણિયા, ભરત ભાણાભાઈ દમણિયા, જયેશ બિજલભાઈ દમણિયા, મહેશ ધીરૂભાઈ પરમાર, બીજલ કરશનભાઈ બાંભણિયા, દેવસી પોલાભાઈ બારડ રે. તમામ મોટા ડેસર તા.ઊના વાળાને રોકડા રૂપિયા ૨૧૭૧૦ સાથે પકડી ઊના પોલીસ સ્ટેશન લાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!