ગ્રામિણ બેંકનાં રિજનલ મેનેજર સહિત અનેક મહાનુભાવો ઉપરાંત ૫૮૦ શેર હોલ્ડર હાજર રહ્યા
શ્રી વિરામભા આશાભા કુમાર છાત્રાલયમાં શ્રી ઓસડ મહિલા શરાફી સહકારી મંડળી લી.ની ૧૧મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગ્રામીણ બેંકના રીજનલ મેનેજર જે.બી. બોરીચા અને અન્ય ગ્રામીણ બેંકનાં અધિકારી, સહકાર ભારતીમાંથી પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બોરેચા, પ્રદેશ મંત્રી નયનાબેન મકવાણા, ગુજરાત પ્રદેશમાંથી પ્રમુખ ચીમનભાઈ ડોબરીયા, રાજકોટથી તેમજ સુઝલોન ઝ્રજીઇમાંથી સૌરાષ્ટ્ર મેનેજર નીતેશભાઈ પિંડારીયા, ગુજરાત યોગ બોર્ડમાંથી જિલ્લા કોર્ડીનેટર ધનાભા જડિયા તથા શનિભાઈ પુરોહિત ઉપરાંત ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનાં ટ્રસ્ટી પ્રો. ડી.એસ. કેર અને શરાફી તથા જીવીટીનાં કાર્યકરો અને કારોબારી સભ્યો તેમજ ઓખા મંડળનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારનાં ૫૮૦ જેટલા શેર હોલ્ડર સભ્યો હાજર રહ્યા હતા. ગત વર્ષ ઠરાવ કામગીરી અને ઉત્તકૃષ્ટ કામગીરી માટે બહેનોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. આ ઓસડ સંગઠનનું નાણાકીય માળખું વિસ્તારનાં વંચિત અને ગરીબ બહેનોને અલગ અલગ હેતુ માટે ખાસ બહેનોનાં આર્થિક સ્વાયતતા માટે ધિરાણ આપે છે અને બહેનોને ટેકો પૂરો પાડે છે.