જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મેનસ્ટ્રૂલ હાઈજીન દિવસની ઉજવણી

0

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત સંકલ્પ ડ્ઢૐઈઉ ટીમ દ્વારા મેનસ્ટ્રૂલ હાઈજીન દિવસની ઉજવણી ગ્રામ પંચાયત હાઈસ્કૂલ બીલખા અને દેવ પ્રયાગ સંકુલ જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓને શોર્ટ ફિલ્મ બતાવી માસિકધર્મ સ્વાસ્થય અંગેની જાળવણી અંગે તેમજ માસિકધર્મ દરમ્યાન થતી તકલીફો અને સાર-સંભાળ અંગે સમજ આપવામાં આવી. સેનેટરી પેડનાં ઉપયોગ અને સુરક્ષિત ડિસ્પોઝ અંગે પણ ચર્ચા કરી. આ ઉપરાંત લાભાર્થી તમામ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થય જાળવણી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!