ટેન્ડરની શરતો મુજબ રોડ કામ પુર્ણ ન થતા અલ્પા કન્સ્ટ્રકશન કંપની ગોંડલને વ્યાજ સહિત ૨કમ ચુકવવાનો હુકમ કરતી જૂનાગઢ કોર્ટ

0

જૂનાગઢ જીલ્લાના જૂનાગઢ-ઈવનગર-મહોબતપુરા-મેંદરડા રોડના કામ માટે નિયમ મુજબ ગોંડલની અલ્પા કન્સ્ટ્રકશન કંપનીને કોન્ટ્રાકટ મળેલ હતો. પરંતુ નિયમ મુજબની સમયમર્યાદામાં કામ પુર્ણ ન થતા વધારાની ખર્ચની રકમ રૂા.૭,૭૮,૧૬૯/-ની રકમની નુકશાની જતા કાર્યપાલક ઈજનેર-પંચાયત માર્ગ અને મકાન વિભાગ-૨ જૂનાગઢ દ્વારા જૂનાગઢની કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ હતો. જેમાં જીલ્લા વિકાસ અધીકારી તરફથી વકીલ સ્નેહલ બી. જાેષી રોકાયેલ હતા. આ દાવો કોર્ટ દ્વારા પુરાવાઓ લીધા બાદ ગુણદોષ ઉપર નિકાલ થતા જૂનાગઢના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ આર.જી. મીરાણી દ્વારા વાદીનો દાવો મંજુર કરવામાં આવેલ છે. વાદી તરફે સ્નેહલ બી. જાેષીની સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ સાથે ધારદાર રજુઆત કરતા કોર્ટે રૂા.૬,૨૯,૧૪૦/- રૂપિયા ૬% વ્યાજ સાથે દાવાની દાખલ તારીખથી આજ તારીખ સુધીના વ્યાજ તથા ખર્ચ સાથે મંજુર કરેલ છે. જેને કારણે સરકારી કોન્ટ્રાકટના કામોમાં વિલંબ કરનારા લોકોમાં ફફટાડ ફેલાયેલ છે.

error: Content is protected !!