IBM ગાંધીનગરનાં નેજા હેઠળ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિ. દ્વારા આયોજિત ૩૧માં MEMC સપ્તાહનો સમાપન

0


IBM ગાંધીનગરનાં નેજા હેઠળ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિ. દ્વારા આયોજિત ૩૧માં MEMC સપ્તાહનાં સમાપન દિવસના ફંકશનો સાથે સમાપ્ત થયું. આ કાર્યક્રમમાં ભારતમાં સસ્ટેનેબલ ખાણકામનાં ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે મૂખ્ય સરકારી અધિકારીઓ અને ઉધોગોનાં અધકારીઓ ભેગા થયા હતા. પી. એન. શર્મા, ચીફ કંટ્રોલર ઓફ માઈન્સે તેમની અધ્યક્ષતામાં મૂખ્ય અતિથિ તરીકે સંબોધનમાં પર્યાવરણીય રીતેની જવાબદારીઓ અને માઈનીંગ પધ્ધતિમાં નવીનીકરણનાં મહત્વ ઉપર ભાર મુકયો હતો. અભય અગ્રવાલ કન્ટ્રોલર ઓફ માઈન્સ(દ્ગઢ), જય કુમાર પાંડે આસ. કન્ટ્રોલર ઓફ માઈન્સ(દ્ગઢ) અને પુષ્પન્દુ ગૌર રીજીઓનલ કન્ટ્રોલર ઓફ માઈન્સ એન્ડ કન્વીનર ઓફ સ્ઈસ્ઝ્ર વીકે તેમના સંબોધનમાં ઉપસ્થિત ગણને સંબોધિત કરતા ભારતમાં ખાણ ક્ષેત્રને આધુનિક બનાવવાની સરકારની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. એક નોંધપાત્ર ક્ષણ એ હતી કે જી.એચ.સી.એલ. લિ.ના એન.એન. રાડીયા, સીની. પ્રેસીડેન્ટ એન્ડ સી.ઓ.ઓ.ને આગામી સ્ઈસ્ઝ્ર ‘વીક’નાં યજમાન તરીકે ધ્વજ સોંપવામાં આવ્યો. આ પ્રસંગે કાર્યક્રમમાં અમ્બુજા, અલ્ટ્રાટેક, જી.એમ.ડી.સી. અને સાંધી જેવી ગુજરાતની મેજર મેટલ માઈન્સનાં યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી જેમને પર્યાવરણને અનુકુળ અને ટકાઉ માઈનીંગ પ્રેકટીશ પ્રત્યેનાં તેમના સમર્પણ બદલ પુરસ્કાર આપ્યા. પુરસ્કાર સમારોહમાં તમામ વિજેતા માઈન્સોનું સન્માન કરવામાં આવ્યુ અને સસ્ટેનેબલ ઉકેલો લાગુ કરવા અને ખાણકામ ઉધોગ માટે નવા માપદંડો સ્થાપિત કરવા માટેની તેમની પ્રતિબધ્ધતાની પ્રશંસા કરવામાં આવી હતી. મુખ્ય વિષયોમાં નવચર સ્પોર્ટસ એકિટવીટી દવારા સામુદાયિક જાેડાણ, માઈનીંગ પ્લાન એપ્રુવલ સીસ્ટમ(સ્ઁછજી)ની રજુઆત અને ઓપરેશનલ કાર્યક્ષમતાની ઉન્નતિ માટે ડ્રોનથી સર્વેનો સમાવેશ થાય છે. વધુમાં, સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી સ્થાનિક પ્રતિભા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોએ આ વિસ્તારનાં સમૃધ્ધ વારસાની ઉજવણી કરીને આ કાર્યક્રમમાં વિશેષ રસ ઉમેર્યો હતો. સ્ઈસ્ઝ્ર સપ્તાહના સમાપન દિવસનાં કાર્યક્રમમાં ભારતમાં સસ્ટેનેબલ ખાણકામનાં ભાવિને આગળ ધપાવતા સરકાર અને માઈનીંગ ઉધોગો વચ્ચેનાં સહયોગની પુનઃપુષ્ટિ કરી હતી.

error: Content is protected !!