શિવરાજપુર બીચ ખાતે વોટર સ્પોર્ટસ એકટીવીટી શરૂ કરાય ઃ ધારાસભ્ય પબુભા માણેક

0

દરેક નિયમ પાળવામાં આવશે, મંજૂરી આપવામાં આવે : પબુભા

શિવરાજપુર બીચ ખાતે વોટર સ્પોર્ટસ એકટીવીટી પુનઃ શરૂ કરવા અધિકારીઓ સાથેની મીટીંગમાં ૮૨ દ્વારકા કલ્યાણપુર મતવિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકે બહોળી સંખ્યામાં વોટર સ્પોર્ટસ એકટીવીટીઝ સાથે સંકળાયેલા લોકોની ઉપસ્થિતિમાં અધિકારીગણને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે શિવરાજપુર બીચ ખાતે વોટર સ્પોર્ટસ એકટીવીટીઝ પુનઃ શરૂ કરવામાં આવે. આ અંગે દરેક નિયમોનું પાલન કરવામાં આવશે અને આ અંગે ૨૦ દિવસમાં ર્નિણય લેવામાં આવે તથા મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં દિવાળી તથા ક્રિસમસના વેકેશનનો સમયગાળો આવી રહ્યો છે. આ ઉપરાંત ઓકટોબરથી માર્ચ સુધીનો સમયગાળો અન્ડરવોટર એકટીવીટીઝ માટે બેસ્ટ ગણાતો હોય દેશ વિદેશથી સ્કૂબા ડાઈવર્સ પણ શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચની મુલાકાત લેતાં હોય છે. વડોદરા બોટ દુર્ઘટના બાદથી રાજયભરમાં વોટર સ્પોર્ટસ એકટીવીટીઝને નિયમોનો હવાલો આપી બંધ કરી દેવામાં આવી છે ત્યારે ઓખામંડળના સેંકડો લોકોને રોજગારી આપતા વોટરસ્પોર્ટસ એકટીવીટીઝને નિયમાનુસાર મંજૂરી આપી પુનઃ શરૂ કરવામાં આવે તેવી સ્થાનીય ધારાસભ્યની માંગની સાથોસાથ સ્થાનીકો પણ શિવરાજપુર બીચ પુનઃ વોટરસ્પોર્ટસ એકટીવીટીઝથી ધમધમે તેની રાહ જાેઈ રહયા છે. આગામી સમયના યાત્રીકોના ટ્રાફીકને જાેતાં પ્રવાસનને વેગ મળે તે હેતુથી પણ આ અંગે તુરંતમાં ર્નિણય લેવાય તે ઈચ્છનીય છે.

error: Content is protected !!