ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના સહયોગથી ગરબીમાં માતાજીની આરાધના કરતી બાળાઓને લહાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અહીંના બાલવી માતાજીના મંદિર ખાતે તેમજ અંબાજી માતાજીની ગરબીમાં બાળાઓને ભેટ આપવામાં આવી હતી. આ લહાણી વિતરણ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, મોહિતભાઈ મોટાણી, રેખાબેન ખેતિયા, મુકેશભાઈ કાનાણી, વિશાલ કુંડલીયા, રાણાભાઈ ગઢવી, વિગેરે જોડાયા હતા.