મીઠાપુરની રઘુવંશી જ્ઞાતિની તેજસ્વી વિદ્યાર્થીની વધુ અભ્યાસ અર્થે યુરોપ રવાના

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા મીઠાપુર ખાતે રહેતા રઘુવંશી જ્ઞાતિના એક સામાન્ય પરિવારની હોનહાર પુત્રી હાલ તેમના વધુ અભ્યાસ અર્થે યુરોપ ખાતે જવા રવાના થઈ છે. મીઠાપુરમાં રહેતા વિજયભાઈ દાવડાની સુપુત્રી ખુશી કે જે તેમના અભ્યાસમાં પ્રાથમિકથી જ તેજસ્વી રહી હતી, તેમણે આપ બળે ઉચ્ચ ટકાવારી તેમજ શુભેચ્છકો શિક્ષણવિદો પાસેથી જરૂરી જ્ઞાન તેમજ માર્ગદર્શન મેળવીને કોલેજમાં પણ સફળતાના શિખરો સર કર્યા બાદ તબીબી ક્ષેત્રે પોતાનું તેમજ પરિવારનું નામ રોશન કરવા માટે યુરોપની પસંદગી કરી હતી. ખુશી વિજયભાઈ દાવડા દ્વારા યુરોપની જાણીતી એસ.ઈ.યુ. યુનિવસિર્ટીમાં એમ.બી.બી.એસ.નો ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રસ્થાન કરતા તેમને પરિવારજનો, જ્ઞાતિજનો વિગેરે દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!