ગુજરાતમાં મહિલા ઉપર વધતા જતા અત્યાચારો તેમજ દુષ્કર્મની ફરિયાદોને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં દુષ્કર્મ તેમજ મહિલાઓ ઉપર વિવિધ પ્રકારે અત્યાચારના જુદા જુદા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સુશાસન માટે ભાજપની નિષ્ફળતા અંગેના આક્ષેપો કરી, અને આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને તાકીદે સુધારવા તેમજ મહિલા સુરક્ષા અંગેનો કાયદો વધુ કડક બનાવવા તથા કાયદાની કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ માટે ગૃહમંત્રીને જવાબદાર ઠેરવી અને રાજીનામા માટેની માંગ આ પત્રમાં કરવામાં આવી છે.