ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા. ૬ ના રોજ અત્રે જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર ચેક કરી, અને ૭૨ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ તેમજ સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પ માટે યુ.કે. સ્થિત શ્રીમતી ઉમિર્લાબેન મુકુંદભાઈ બદીયાણીનો આર્થિક સહયોગ સાંપળ્યો હતો. આ કેમ્પમાં જાણીતા ડો. નીરજભાઈ ભૂત તેમજ દીપકભાઈએ સેવાઓ આપી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સાગરભાઈ ભૂત, દિનેશભાઈ પોપટ, નિમિષાબેન નકુમ,હાડાભા જામ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.