શિવ-શક્તિનો અદભૂત સમન્વય રાષ્ટ્રીય કક્ષાએ સાકાર કરાયો
ગુજરાતમાં જેમ નવરાત્રી તેમ બંગાળ અને ઝારખંડમાં દુર્ગાપૂજાનું અનેરૂ મહત્વ હોય છે. ઝારખંડના જમશેદપુરમાં આ વરસનો દુર્ગાપૂજા પંડાલ ભારતના બાર જ્યોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરની થીમ ઉપર પ્રતિકૃતિ પંડાલ બનાવાયો છે. લગભગ ૧૦૦ ફીટ પહોળો અને ૮૦ ફીટ ઉંચો આ પંડાલનું નિર્માણ કરવામાં પ૦ કારીગરો દિવસ-રાત મહેનત કરી ૯૦ દિવસમાં તૈયાર કર્યો છે. જે પશ્ચીમ બંગાળના માયાપુરના કારીગરોએ તૈયાર કરેલ છે. શારદીય નવરાત્રી પાંચમાં નોરતાથી શરૂ થતી હોય છે જેમાં દુર્ગાપૂજા દશેરા સુધી ચાલતી હોય છે. આ દિવસમાં આઠમ-મહા આઠમ અને દશેરાનું વિશેષ મહત્વ હોય છે.