સ્વચ્છતા પખવાડા : રેલ્વે કર્મચારીઓએ રાજકોટ ડિવિઝનમાં રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મની સફાઈ કરીને ચમકાવ્યા

0

રાજકોટ ડિવિઝન દ્વારા ૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૪ દરમ્યાન “સ્વચ્છતા પખવાડા” મનાવવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમ્યાન રેલવે પરિસરને સુંદર બનાવવા માટે વિવિધ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે. પખવાડિયાના સાતમાં દિવસે ‘સ્વચ્છ ટ્રેક’ની થીમ ઉપર રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર સહિતના ડિવિઝનના મુખ્ય સ્ટેશનો ઉપર રેલ્વે કર્મચારીઓએ શ્રમદાન કરીને રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મને ચમકાવ્યો હતો. ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર રેલવે કર્મચારીઓ દ્વારા પ્લેટફોર્મ, રેલવે ટ્રેક અને સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેલ્વે ટ્રેકની આસપાસ ઉગેલું ઘાસ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડ્રેનેજ ચોક ન થાય તે માટે પાટા વચ્ચેની ગટરોની પણ સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. મુસાફરો દ્વારા ઉપયોગમાં લેવાતી જગ્યાઓ જેમ કે કોન્કોર્સ હોલ, શૌચાલય, વેઇટિંગ હોલ, વેઇટિંગ રૂમ વગેરેની પણ સંપૂર્ણ સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન બાદ સ્ટેશનોની સ્વચ્છતા અને સુંદરતા જોવા જેવી છે. આ સ્વચ્છતા અભિયાનથી ચેપના લીધે ફેલાતા રોગોને રોકવામાં પણ ઘણી મદદ મળશે.

error: Content is protected !!