૧૯૦ દીકરીઓ પ્રાચીન રાસ રમીને માતાજીની આરાધના કરે છે
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે પરંપરાગત રીતે આ વર્ષે પણ પ્રાચીન ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અનેક વર્ષોથી સતત વૈભવ લક્ષ્મી માતાજીના સાનિધ્યમાં લતાવાસીઓ દ્વારા આ ગરીબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કુલ ૧૯૦ દીકરીઓએ આગળ ગરબી માં ભાગ લીધો છે અને દરરોજ રાત્રે જગદંબા સ્વરૂપા તમામ દીકરીઓ ચાચર ચોકમાં રાસ રમીને માતાજીની આરાધના કરે છે. આ બાબતે આયોજન મંડળે જણાવ્યું હતું કે હાલ અર્વાચીન દાંડિયા રાસની દેખાદેખીએ માજા મુકી છે. ત્યારે પ્રાચીન રાસની આપણી પરંપરાને જીવંત જ રાખવા માટે અમારો પ્રયાસ કાયમ રહેશે અને પ્રાચીન ગરબીની પરંપરા વિશરાય નહિ તે માટે અમારા દ્વારા લોકજાગૃતિની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.