દ્વારકામાં છેલ્લા ૧૫૦ વર્ષથી ચાલતી પ્રખ્યાત હોળીચોકની શ્રી નવદુર્ગા ગરબીમાં શ્રી દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિના કારોબારી સદસ્યો તથા મધ્યસ્થ સભા સદસ્યો દ્વારા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય, મંત્રી કપિલભાઈ વાયડા તથા સહમંત્રી ચેતનભાઇ પુજારી દ્વારા ૧૫૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સમસ્ત જ્ઞાતિજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.