માંગરોળ શહેરમાં પ્રથમવાર પત્રકાર મિત્ર મંડળ દ્વારા યોજાયેલ બાય બાય નવરાત્રી ૨૦૨૪ના સફળ આયોજન બદલ લોકો, આગેવાનોએ પ્રસંશા વરસાવી હતી. પ્રથમ સંતના હસ્તે દિપપ્રાગટ્ય બાદ આયોજકો ખૈલયાઓ સહિત વિવિધ અગ્રણીઓ હસ્તે આરતી કરી ગ્રાઉન્ડ ખુલ્લુ મૂકવામાં આવતા અવનવા ટ્રેડિશનલ ભાતીગળ ડ્રેસોમાં સજ્જ થઈ સિનીયર જૂનિયર અને લિટલ ખૈલયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. આખરે નિર્ણાયકો દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વેલ ડ્રેસ અને વેલ સ્ટાઈલ ખૈલયાઓ પસંદગી કરનાર તમામ ખૈલયાઓને આયોજક પત્રકાર મિત્ર મંડળ દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ અવસરે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, પોરબંદર કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, રાજભા ચૂડાસમા મામા સરકાર, ભાજપ રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, મામલતદાર રાજેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા, સરકારી ઓડવોકેટ પીપી શ્રીમાળી, બાર એસિએશનના પ્રમુખ માધવજી ખાણીયા શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ચેતનભાઇ કગરાણા, વાલભાઈ ખેર, દાનભાઈ ખાંભલા સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ, અધિકારીઓ, ડોક્ટરો, વેપારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિતિ રહી હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જાેષી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વીધી નિલેશભાઈ રાજપરાએ કરી હતી અને આયોજક ગુણવંતબાપુ સુખાનંદી, જીતુ પરમાર, વિનુભાઈ મેસવાણિયા, વિવેકભાઈ મહેર, પ્રકાશ લાલવાણિ, સંજય વ્યાસ, નિતીન પરમાર, નિલેશ રાજપરા દ્વારા ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગમાં વધારો કર્યો હતો.