ઉનામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર રખડતા ઘોડાઓએ દિવસભર આતંક મચાવ્યો રોડની વચોવચ ચાલતા મોટર સાયકલને હડફેટે લેતા બાઇક ચાલક જીવથી જતા બચી ગયો. આ બનાવ બન્યો તેમ અનેક વખત આ રખડતા ઘોડા અકસ્માતના ભોગ લોકો, રાહદારીઓ બની ચૂકયા છે પણ ઘોડા માલિકને પોતાના ઘોડાની લાખોની કમાણી કરી રોડ ઉપર રખડતા ઢોરોની માફક ખુલ્લા ઘોડાને હાઇવે ઉપર છોડી દેવામાં આવે છે. જેમાં છાશવારે અક્સ્માતનાં બનાવો બને છે પરંતુ ઘોડા માલિક કે તંત્રને કોઈ ફરક પડે એવું લાગતું ન હોવાથી તંત્ર દ્વારા આ ઘોડા માલિક સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. આવી બેદરકારી દાખવનાર ઘોડા માલિક સામે યોગ્ય કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે. અગાઉ પણ આ ઘોડા માલિકની બેદરકારી સામે અરજીઓ થયેલ હોય પરંતુ તંત્રએ મોન સેવ્યું આજ દિન સુધી તંત્ર દ્વારા આ ઘોડા માલિક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જાે આવું જ રોડ ઉપર બન્યું અને કોઈનો જીવ ગુમાવ્યો તો આના જવાબદાર કોણ ? તંત્ર કે ઘોડા માલિક એ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.