જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લા લેઉવા પટેલ સમાજ, રાજકોટ દ્વારા ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમ તા.૨૦-૧૦-૨૦૨૪ને રવિવારે સમન્વય પાર્ટી લોન્સ, કણકોટ રોડ, રાજકોટ ખાતે સંપન્ન થનાર છે. પંદરવર્ષથી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેજસ્વી તારલાઓની સિદ્ધિને બિરદાવીને સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનિર્માણ માટેનો આ ભગીરથ પ્રયત્ન છે. સમર્થ નાગરિકોનું ઘડતર, સમાજશ્રેષ્ઠીઓની અદભુત સફળતામાંથી સૌને પ્રેરણા મળે તેવી લાગણી સાથે સૌ આમાં જોડાવા તત્પર રહે છે. સમાજસેવાની જ્યોત પ્રગટાવતો રક્તદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. સુશ્રુત એનોરેક્ટલ હોસ્પિટલ, રાજકોટના ડો. એમ.વી. વેકરીયા અધ્યક્ષસ્થાન શોભાવશે. સમર્થ શિક્ષણવિદ, સૌના પથદર્શક ગિજુભાઈ ભરાડ અને ઉદ્ઘાટક ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની ઉપસ્થિતિ પણ વિદ્યાર્થીજગતને પ્રેરણાના પિયુષ પૂરા પાડશે. ઉપરાંત સમાજના મુગટ શિરોમણી એવા મયુરભાઇ કોટડીયા, પી.આઇ. પ્રદ્યુમનનગર પોલિસ સ્ટેશન, રાજકોટ, પિયુષભાઇ ડોબરીયા, પી.આઇ. એસ.આર.પી. ગ્રુપ-૧૩, રાજકોટ, ડો.નિશાંત માધાણી, એમ.ડી. રેડીયેશન ઓન્કો, રાજકોટ તથા ડો.મનન પાનેલીયા, એમ.એસ. ઓર્થો., રાજકોટનું અદકેરૂ અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રમુખશ્રી મધુભાઇ પટોળિયા તથા ઉપપ્રમુખ હરસુખભાઇ સુવાગીયા સંભાળી રહ્યા છે. સાથોસાથ તમામ કારોબારી સભ્યઓ અને દાતાશ્રીઓ સર્વે સહયોગ આપી રહ્યા છે. સંબંધોને સાંકળતો, લાગણીને વ્યક્ત કરતો, અંતઃકરણને ઉજાળતો આ સમારોહ ખૂબ જ આનંદસભર રીતે સંપન્ન થનાર છે. સમાજશ્રેષ્ઠીઓ તથા આમંત્રિત મહેમાનોમાં પ્રમુખ મધુભાઇ પટોળિયા, સેક્રેટરી મુકેશભાઇ ગાજીપરા, અધ્યક્ષ ડો.એમ.વી. વેકરીયા, રમેશભાઇ પાંભર, અનિલભાઇ ઠુમ્મર, કિશોરભાઇ સાવલીયા, ભાણજીભાઇ ડોબરીયા, રસીકભાઇ કપુરીયા, હસમુખભાઇ ચોવટીયા, રમેશભાઇ ટીલાળા, અરવિંદભાઇ દોમડીયા, ભોવાનભાઇ રંગાણી, ધીરૂભાઇ સુવાગીયા, રસિકભાઇ કપુરીયા, મહેશભાઇ સાવલીયા, કમલનયન સોજીત્રા, જગદીશભાઇ ડોબરીયા, રમણીકભાઇ કોટડીયા, હરેશભાઇ સાવલીયા, મુકેશભાઇ પટેલ, ભાવિનભાઇ મોણપરા, ભરતભાઇ ગાજીપરા, મયુરભાઇ કોટડીયા, પિયુષભાઇ ડોબરીયા, ડો.નિશાંત માધાણી, ડો.મનન પાનેલીયો અને ડો.જય માધાણી હાજર રહ્યા હતા.