શનિવાર નિમિત્તે કષ્ટભંનજન દેવને ૨૦૦ કિલો ગુલાબના તથા રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તારીખ ૧૯-૧૦-૨૦૨૪ના રોજ શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી દાદાના પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરિત્ર કથા શરૂ થશે. જે અંતર્ગત બપોરે ૪ વાગ્યે પોથીયાત્રા યોજાશે. જેમાં ગામના અને ભક્તો સહિત ૫૦૦થી વધુ લોકો જોડાશે. સિંહાસને ૨૦૦ કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આજે દાદાને પહેરાવેલા પ્યોર સિલ્કના વાઘા વૃંદાવનમાં ૧૫ દિવસે તૈયાર થયા હતા.

error: Content is protected !!