કેશોદમાં ચોરીના બનાવમાં સંડોવાયેલા શખ્સ રાઉન્ડ અપ : તપાસ હાથ ધરાઈ

0

કેશોદના માંગરોડ ઉપર અસંખ્ય ધંધાર્થી એકમોમાં છેલ્લાં ૨ મહિનામાં તસ્કરીની ઘટના બનવા પામી હતી આ ઘટનાની જૂનાગઢ ક્રાઇમ બ્રાંચની તપાસમાં એક શખ્સનું નામ સામે આવતાં તેને ઝડપી પાડી પૂછપરછ માટે રાઉન્ડ અપ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે. આ અંગે મળતી વિગત મુજબ છેલ્લા બે મહિના દરમિયાન માંગરોળ રોડ ઉપર આવેલ વર્તમાન એજન્સી, કૃષિ મોલ, ક્રિષ્ના મોટર, છકડો રીક્ષા ગેરેજ, રાજ સ્ટીલ, શ્રીરામ સ્ટીલ, ગણેશ સ્ટીલ, કેશોદ એ. ટ્રેડિંગ, સદગુરૂ એગ્રીટેક જેવા અનેક વેપારી એકમો ઉપર તસ્કરીની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરતાં એક શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. વેપારીઓના જણાવ્યાં અનુસાર પોલીસે ઝડપી પાડેલ આ શખ્સ એક વર્ષ અગાઉ માંગરોળ રોડ ઉપર કરવામાં આવેલ તસ્કરીની ઘટનામાં પણ સામેલ હોવાનું જણાવ્યું હતું જો કે આ તસ્કર શખ્સ કેશોદ શહેરના અન્ય વિસ્તારમાં પોલીસ તપાસમાં તસ્કરનું નામ ખુલવા પામતા તેને રાઉન્ડ ઓફ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે વેપારીઓએ કરેલ કેશોદ પોલીસ સ્ટેશનની મુલાકાતમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ તસ્કર અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં સંડોવેલો હોવાનું અનુમાન હોય પોલીસ પાસે પુરતી જાણકારી હોવ છતાં તેનું લોકેશન શોધવું મુશ્કેલ હોય તસ્કરી કરી ભાગતો ફરતો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચે સીસીટીવી, ટેકનીકલ સોર્સની મદદથી તસ્કરને રાઉન્ડ અપ કરતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ કેસ અનુસંધાને કેશોદના માંગરોળ રોડ ઉપર શ્રીરામ સ્ટીલ લોખંડ અને સિમેન્ટના વેપારી દિનેશભાઈ હીરાભાઈ સાવલિયાએ તેમના વેપારી એકમમાંથી છત તોડી ૨૧,૦૦૦ની તસ્કરી સહિત અન્ય પેઢીઓના ભારત ટ્રેક્ટર્સ, ગણેશ સ્ટીલ, ખોડીયાર મસાલાનો ઉલ્લેખ કરી પરચૂરણ તસ્કરી થઇ હોવાની અજાણ્‌યાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે માંગરોળ રોડ ઉપર કૃષિ મોલ એગ્રો સેન્ટરના સંચાલક લતેશભાઈ ચંદુભાઈ જસાણીએ તેમના ધંધા એકમમાં પતરા અને પીઓપીની છત તોડી તસ્કરે ૨૫,૦૦૦ ની તસ્કરી કરી હોવાની તેમજ તેજ દિવસે વર્ધમાન વર્ધમાન એજન્સી અને કૃષ્ણ મોટર્સ ગેરેજમાં અજાણ્યો તસ્કર ખાબક્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

error: Content is protected !!