દ્વારકા યાત્રાધામની આગવી ઓળખ બનેલ સુદામા સેતુ પ્રવાસીઓ માટે બંધ રહેવાથી લાખોની નુકસાની

0

યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી ઉપર બનાવાયેલ ફુટ બ્રીજ – સુદામા સેતુ વર્ષ ર૦૧૧ માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોક ભાગીદારીથી બનવા શરૂ કરાયા બાદ ર૦૧૬માં લોકાર્પણની સાથે જ ગોમતી ઘાટ અને સામે આવેલ પંચનદ તીર્થ તથા બીચ ઉપર જવા માટેના પ્રમુખ સ્ત્રોત સાથે સાથે દ્વારકાની આગવી ઓળખ પણ બની ગયેલ. દ્વારકા આવતા દરેક યાત્રીક સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા થયેલ અને ગોમતી નદી, જગતમંદિર, સનસેટ અને બીચ લોકેશનના સંગમ સમા જગતમંદિરની નજીક બનેલ સુદામા સેતુ જગતમંદિર બાદ પર્યટકોની પ્રથમ પસંદ બની રહેલ પરંતુ આશરે સવા બે વર્ષ પહેલા મોરબી દુર્ઘટના બાદ સમારકામના નામે બંધ થયેલ સુદામા સેતુની મરમ્મતની કામગીરી હજુ સુધી ન થતાં તંત્ર દ્વારા સલામતીના કારણોસર યાત્રીકો માટે ખૂલ્લો મૂકવામાં આવેલ નથી.
નાતાલના વેકેશન પહેલા સુદામા સેતુ ખૂલશે ?
યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં દિપાવલી પર્વથી દેવ દિવાળી સુધીના પખવાડિયાના વેકેશનના સમયગાળામાં લાખો યાત્રીકોએ જગતમંદિરની મૂલાકાત લઈ દ્વારકાધીશના દર્શન કર્યા હોય સ્વાભાવિક રીતે જાે સુદામા સેતુ યાત્રીકો માટે ખૂલ્લો રાખી શકાયો હોત તો લાખો યાત્રીકોએ આ બેનમૂન ફુટબ્રીજની મુલાકાત લીધી જ હોત. યાત્રીક દીઠ રૂપિયા ૧૦ ના ચાર્જ સાથે પ્રવેશ અપાતા આ બ્રીજ બંધ રહેવાથી સુદામા સેતુ સોસાયટીને લાખો રૂપિયાની નુકસાની ગયાનો અંદાજ છે. હવે આગામી ડિસેમ્બર માસમાં પણ યાત્રાળુઓની ભરચકક સીઝન શરૂ થઈ રહી હોય લાખો પ્રવાસીઓ નાતાલના વેકેશન તેમજ સમગ્ર ડિસેમ્બર માસમાં યાત્રાધામની મુલાકાતે આવનાર હોય છેલ્લાં સમયમાં અગ્રણીઓએ પણ એક થી વધુ વખત સુદામા સેતુ ખૂલે તેવી માંગ ઉઠાવી હોય ત્યારે વહીવટી તંત્ર સુદામા સેતુને પુનઃ શરૂ કરી શકાય તે દિશામાં કાર્યવાહી કયારે કરે છે તે જાેવાનું રહેશે.

error: Content is protected !!