દ્વારકા શારદાપીઠની વિદ્યાર્થીની દિલ્હી ખાતે ગણતંત્ર પરેડમાં જશે

0

આગામી તા. ૨૬ જાન્યુ ૨૦૨૫ માં દિલ્હી ખાતે યોજાનારી ગણતંત્ર પરેડમાં દ્વારકા શારદા પીઠ કોલેજની એન.સી.સી.ની સ્ટુડન્ટની પસંદગી કરાઈ છે. દિલ્હી ખાતે આગામી ગણતંત્ર દિવસ નિમિત્તે તા. ૨૬ જાન્યુ. ૨૦૨૫ ના રોજ દેશના રાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે, ત્યારે પરેડ માટે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા ભાટિયા ગામની શીતલ રાઠોડ આ પરેડમાં ભાગ લેશે. શીતલની આ પરેડ માટે પસંદગી કરાઈ છે. સતત બે માસની સખત મહેનત બાદ શીતલ રાઠોડની પસંદગી થતાં શીતલનું સ્વપ્ન પૂરું થશે તેમ જણાવી, આ વિદ્યાર્થિની આર્મીમાં જાેડાવા ઇચ્છે છે તેઓ પ્રતિભાવ તેણે વ્યક્ત કર્યો છે. શીતલ હાલ માતાપિતાની છત્ર છાયા વિના કાકા-કાકી સાથે રહે છે. અને આ સંઘર્ષ માટે તે તેમના માતપિતા અને એન.સી.સી. કેપ્ટન પી.કે. વંકરને આભારી હોવાનું તેણીએ જણાવ્યું છે. ત્યારે આ પસંદગીથી તેણીએ દ્વારકા જિલ્લા અને શારદાપીઠ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

error: Content is protected !!