ધર્મ આધ્યાત્મ અને ભકિત ના ત્રિવેણી સંગમમાં અનેરો સેવા યજ્ઞ એટલે રક્તદાન શિબિર

0

જય ભુરિબેન મિત્ર મંડળ ચોરવાડ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજના ચોથા દિવસની કથામાં નંદ મહોત્સવમાં કૃષ્ણ જન્મ સાથે ભોલેનાથ ગૌ મંદિરમાં પુજ્ય અમરગિરી બાપુ દ્વારા ૫૨૫ ગૌ દાનમાં અહોભાગ્યથી મળેલ ગૌ માતાએ ગઈકાલે જ એક વાછરડીને જન્મ આપ્યો છે, વાછરડીની પેંડાથી તુલા કરીને પુજ્ય શાસ્ત્રિ ડો.મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા નામ કરણ વિધી કરી વાછરડીનું ” બંસી” નામ રાખવામાં આવ્યું છે. સાથે આજે કથા મંડપમાં ત્રિજાે કાર્યક્રમ એટલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જય ભુરિબેન મિત્ર મંડળ અને ભોલેનાથ ગૌ મંદિર દ્વારા આયોજિત જે રક્ત નું દાન થયું છે એ થેલેસેમિયા મેજર બાળકો માટે વપરાશે. આજની શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી કથામૃત સાથે રક્તદાન કરનાર આપ સર્વે રત્ન તુલ્ય રક્ત દાતાઓનો જય ભુરી બેન મિત્ર મંડળ તેમજ રાઠોડ પરિવાર અને ભોલેનાથ ગૌ મંદિર ગૃપ દ્વારા હૃદયથી આભાર માને છે. આપનું આ રક્તદાન થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખુબ જ ઉપયોગી થશે.

error: Content is protected !!