જૂનાગઢ તાલુકાની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા, ફોટો અપડેટ તથા બાયો મેટ્રીક અપડેટ કરવા અંગે દર્શાવેલ સ્થળોએ કામગીરી ચાલુમાં હોય જેની જાહેર જનતાને નોંધ લેવી તેમજ ગ્રામ પંચાયત કચેરી તથા સસ્તા અનાજની દુકાને ઈ-કેવાયસીની કામગીરી ચાલુમાં છે જે લોકોના ઈ-કેવાયસી બાકી હોય તેઓને તાત્કાલીક ઈ-કેવાયસી કરાવવા અપીલ કરવામાં આવે છે.