જૂનાગઢમાં ઉપરકોટ ખાતે જુની નવાબી લાઈન રિપેરીંગની કામગીરીને લીધે અનેક વિસ્તારોમાં ર૦ દિવસ સુધી પાણીનો જથ્થો ઓછો મળશે

0

કોર્પોરેશનની એક યાદી જણાવે છે કે, જૂનાગઢ શહેરમાં સરકારની અમૃત-૨.૦ યોજના અંતર્ગત ફેઝ-૨ અન્વયે પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી ઉપરકોટ ખાતે જુની નવાબી લાઈન રીપેરીંગની કામગીરી ચાલતી હોય, જે આશરે ૨૦-દિવસ સુધી કામગીરી ચાલશે. જેથી લાગુ પડતા જુના જૂનાગઢના તમામ સીટી વિસ્તારના-દિવાન ચોક, માંડવી ચોક, દાણાપીઠ, હેઠાણ ફળીયા, ઢાલ રોડ, ગાંધી ચોક, ઘાંચીની કમાન, પીંજાર ફળીયા, સંઘેડીયા બજાર, ઝાલોરાપા, મેમણવાડા, નાયકવાડા, મુલ્લાવાડા, બુકર ફળીયા, ઉંધીવાડા, નવા ઘાંચીવાડા, જુલાઈવાડા, ડાંગરા ચોક, ગાંધી શેરી તથા દાણાપીઠ થી સુખનાથ ચોક સુધીના વિસ્તાર, છાયા બજાર, કૃષ્ણ શેરી, ગણેશ ફળીયા, અંબિકા ચોક, અંનત ધર્માલય ગલી, નઝર મહમદહ ગલી, માલીવાડા, પોસ્ટ ઓફીસ ગલી, ડબ્બા ગલી, માંગનાથ, માઢ સ્ટ્રીટ, અંબાઈ ફળીયા, જવાહર રોડની આસપાસનો વિસ્તાર તથા ગોધાવાવની પાટી વિસ્તારમાં સદરહુ દિવસો દરમ્યાન પાણી પુરવઠો ઓછો મળશે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુવરઠો પૂર્વવત થશે. જેથી કામગીરી દરમ્યાન પડતી અગવડતામાં સહકાર આપવા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.

error: Content is protected !!