ઓવર બ્રિજની કામગીરી ચાલુ કરતા પહેલા ડાઈ વર્ઝન રોડ રસ્તાઓ ઉપર ગટર ગેસ અને પાણી તથા અન્ય કેબલો નાખવાની કામગીરી પૂર્ણ કરવા બાબત

0

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને એક પત્ર પાઠવી પૂર્વ કોર્પોરેટર લલીત પરસાણાએ વિસ્તૃત રજુઆત કરતા જણાવેલ છે કે, હાલ મહાનગરપાલિકા દ્વારા જોષીપુરા રેલવે ઓવર બ્રિજની કામગીર ચાલુ કરવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે રેલવે ફાટક પાસે વૃક્ષોના કટીંગની કામગીરી ચાલુ છે સરદારપરાથી ગાંધી ચોક સુધીના રસ્તા કામગીરી દરમ્યાન બંધ કરવામાં આવશે જેથી કરી જોષીપરાથી સિટીમાં અને સિટીમાંથી જોષીપરા આવવા જવા માટે ગિરિરાજ રોડ થઈ જોષીપૂરા ફરજિયાત પ્રવેશ કરવો પડશે રોજનું હજારો લોકો જોશીપરા ફાટકનો ઉપયોગ કરે છે જે રસ્તો ઓવરબ્રિજની કામગીરી થતાં બંધ કરવો પડશે આ ગિરિરાજ રોડ ઉપર અને ઇન્ટર્નલ ગલીઓમાં વીસી પ્રોજેક્ટ દ્વારા પાણીની પાઇપલાઇન કામગીરી તમામ ગલીઓમાં બાકી છે તથા મુખ્ય રોડ ઉપર પણ મોટી મુખ્ય લાઈનો પસાર થાય છે જેમની કામગીરી મનપા દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી ત્યારબાદ તમામ ગલીઓમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની બાકી છે અને પીજીવીસીએલના કેબલ પણ હરિદ્વાર સોસાયટી કે જે ડાઈવરજન રોડ થશે તેમાં કામગીરી બાકી છે આ તમામ કામગીરી જો પૂર્ણ કરવામાં નહીં આવે તો ત્રણથી પાંચ વર્ષ સુધી આ તમામ વસ્તુઓ અને સુવિધાઓથી આ વિસ્તાર વંચિત રહે છે અને નવા રોડ રસ્તા પણ ત્યાં સુધી બનાવી નહીં શકાય જેથી કરી ઓવરબ્રિજ ની કામગીરી ચાલુ કરતા પહેલા આ તમામ ગલીઓમાં ગેસ પાણી ગટર અને કેબલ નાખવાની કામગીરી પૂર્ણ કરી રોડ રસ્તાઓ બનાવી ત્યારબાદ ઓવરબ્રિજની કામગીરી ચાલુ કરવામાં આવે અને ચોમાસા દરમિયાન જોષીપૂરા અંડર બ્રિજ પણ પાણીથી ભરાઈ ગયેલ રહે છે જેથી કરી તેમના માટે પણ નકર આયોજન કરી ત્રણ વર્ષ સુધી લોકોને હેરાનગતિ ના થાય અને ડાઈવરજન રોડ પાંચ વર્ષની અંદર ફરી પાછા ખોદવામાં ન આવે તે રીતે આયોજન કરી અને કામગીરી કરવામાં આવે તો જનતાને અગવડતા ના પડે અન્યથા લોકોને અવાર જવર માટે આપવામાં આવેલ ડાઈવર્જન રોડ જો ખોદવામાં આવશે તો બાયપાસ થી જોષીપરા તરફ જવા માટે મજબૂર થવું પડશે અને શહેરમાં પણ ગાંધી ચોકથી લઈ બસ સ્ટેન્ડ સુધી ખૂબ જ ટ્રાફિક ની સમસ્યા થશે કારણકે હાલ પણ જ્યારે જોષીપુરા અન્ડરબ્રીજ બંધ હોય ત્યારે જોષીપરા ફાટક ખાતે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિક પોલીસ પણ ચાર મહિના પૂરતા ત્યાં મૂકવા પડે છે ઓવર બ્રિજની કામગીરી દરમ્યાન કોઈપણ રોડ રસ્તાઓ જે ડાયવર્ઝન કરેલા છે અને જ્યાંથી પબ્લિક ત્રણથી પાંચ વર્ષ સુધી આવન જવન કરવાની છે તેમાં ક્યાંય પણ કામગીરી ખોદકામની કરવામાં ન આવે તે માટેનું આયોજન કરી ત્યારબાદ જ ઓવર બ્રિજની કામગીરી ચાલુ કરવા આપ સાહેબને વિનંતી છે ખાસ તો ચૂંટણીલક્ષી ઉતાવળે કામગીરી આયોજન વગર ન કરવા આપ સાહેબને વિનંતી છે અન્યથા લોકોને મુશ્કેલીની સીમા નહીં રહે અને પાંચ વર્ષ સુધી લોકો એક પણ રોડ ખોદવા પણ નહીં દે અને અન્ય ખોટા ઇસ્યુ ઉભા થાય તે ધ્યાનમાં રાખી અને લોકોને સાથે રાખી આંદોલન ન કરવા પડે તે તમામ બાબતો ધ્યાને રાખી આગળનું આયોજન કરવા વિનંતી. હાલ પણ નરસિંહ મહેતા તળાવ વાળો રોડ બંધ થતાં બસ ટેન્ડ ખાતે ખુબ જ ટ્રાફિક ની સમસ્યા વધી છે ઉપરથી આયોજન વગર જો જોષી પૂરા રેલવે ફાટક વાળો રોડ ઓવર બ્રિજની કામગીરી ને લીધે બંધ થશે તો ખુબ જ ટ્રાફિક જામ થશે એટલે પહેલા નરસિંહ મહેતા તળાવ વાળો મુખ્ય રસ્તો બની ચાલુ થાય અને ગિરિરાજ સોસાયટીથી આંબાવાડીથી લઇ ખલીલ પુર રોડ સુધીના સત્તાઓ નવા બનાવી ત્યાર બાદ જ બ્રિજની કામગીરી શરૂ કરવા જણાવેલ છે.

error: Content is protected !!