વહેલા તે પહેલાના ધોરણે તત્કાલ નામ નોંધણી કરાવવા જ્ઞાતિજનોને અપીલ
જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી, બાયપાસ ઉપર આવેલા જલારામ ભક્તિધામ ખાતે આગામી તા.૧ર જાન્યુઆરીના રોજ રાંદલ માતાજીના ૧૦૮ લોટાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ અંગેની જાણ થતા જ વ્યાપક આવકાર મળી રહ્યો છે. ત્યારે નામ નોંધણી વહેલા તે પહેલાના ધોરણે વહેલી તકે કરી લેવા જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે. મેનેજીંગ ટ્રસટી પ્રો. પી.બી. ઉનડકટે આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરમાં અવારનવાર રાંદલમાના સમૂહ લોટા તેડવાના કાર્યક્રમો યોજાય છે. ૧૦૮ લોટાનું આયોજન મૂકે છતાં ખુબ મોટી સંખ્યામાં લોટાની નોંધણી કરવાની ફરજ પડે છે. ૬૭૬ લોટાનો કાર્યક્રમ કર્યાનો રેકોર્ડ પણ છે પરંતુ આ વખતે ૧૦૮ની મર્યાદામાં જ કાર્યક્રમ કરવો એવું નક્કી કરવામાં આવ્યું છે. કારણકે મોટી સંખ્યામા ખુબ મૂશ્કેલીઓ અને અગવડતાના અનુભવો થયા છે. ૧૦૮ લોટા માટે કાર્યક્રમ બે દિવસ પહેલા જ જાહેર કર્યો તો પણ આટલાં ટુંક સમયમાં ટાર્ગેટ પુરો થવા આવ્યો છે હવે ઇચ્છા ધરાવતા મનોરથીને તુરંત જ નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવે છે, વહેલો તે પહેલોના ધોરણે નોધ લઈ નોંધણી બંધ થનાર છે. બે લોટા દિઠ રૂા.૧૧૦૦ મનોરથીએ ન્યોછાવર કરવાના છે અવસરની તા.૧૨-૧-૨૫ રવિવાર છે. ગોઇણીની વ્યવસ્થા ટ્રસ્ટ કરશે. લોટા નોંધણીની નોંધ જલ્દી પૂરી થાય તે હેતુથી ફોર્મ માટે નીચે મુજબ વધારે વ્યવસ્થા ઉભી કરી છે. પરેશભાઈ બાટવીયા ૯૯૧૩૨ ૮૭૧૧૬, સમીરભાઈ દંતાણી ૯૦૯૯૯ ૨૩૧૪૪, સુધીરભાઈ અઢીયા, સ્ટર્લિંગ ચેમ્બર, રાણાવાવ ચોક ૯૯૯૮૭ ૭૬૪૫૬ આવા ભવ્યાતિભવ્ય અને વિશાળ રાદલ સેવા યજ્ઞ માટે ઉદારચિત સદગૃહસ્થ દાતાશ્રીઓ ને પણ યથા શક્તિ દાન અર્પણ કરવા ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે. રોકડ દાન કે ભોજન પ્રસાદ સામગ્રી, ચોખા, ઘઉ, ખાંડ, દુધ, રાંદલમાના લોટા માટે નાળીયેર ગોઈણીને લાણી આપવા વિવિધ વસ્તુઓનું દાન કરી શકાય.