આજના સમયમાં વ્યક્તિએ પોતાના ઘણા અંગત કારણોથી ઘણી વખત તનાવમાં શરતો જાય છે. જેની અસર વ્યક્તિના રોજિંદા જીવનમાં પડે છે. ત્યારે રાત દિવસ લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડતા પોલીસને શારીરિક અને માનસિક તણાવતી મુક્ત કરવા સાસણ ખાતે ત્રિ દિવસીય પોલીસ ડીટોક્સ કાર્યક્રમ યોજાયો હતો. લોકોને સુરક્ષા સલામતી માટે પોતાની ફરજમાં હર હંમેશ હાજર રહેતી પોલીસ પણ ઘણી વખત તનાવમાં રહેતી હોય છે. કામનું કારણ તહેવારોના બંદોબસ્ત ગુનાખોરી અટકાવવા રાત દિવસ ફરજ પરની હાજરી, વીઆઈપી બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થા જાળવવા હંમેશા હાજર ફરજ પર રહેતી પોલીસને શારીરિક અને માનસિક તણાવતી મુક્ત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ તનાવ મુક્ત રહી શકે તે માટે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની મદદથી ધ્યાન યોગ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુનાગઢ એસપી સહિત ૨૦ અધિકારીઓ એસી જવાનો મળેલ કુલ ૧૦૦ પોલીસ જવાનો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં ખાસ કરીને તનાવ મુક્ત પોલીસ માટે વિવિધ ગેમ્સનું આયોજન કરાયું હતું. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની મદદથી હેપીનેસના તજજ્ઞો દ્વારા યોગ ધ્યાન અને જીવન જીવવાની રીતો અંગે પ્રવૃત્તિઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિર્પોટિંગ અને ઇન્ટ્રોડક્શન ,જંગલ વોક ટ્રેનીંગ, સુદર્શન ક્રિયા યોગા ઇન્ટ્રેક્ટિવ પ્રોસેસ , મ્યુઝિકલ નાઈટ,સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢ એસપી સહિત ડીવાયએસપી ટીઆઇપીએસઆઇ કોન્સ્ટેબલ સહિતના પોલીસ સ્ટાપે તનાવ મુક્ત જીવનની ક્ષણો માણી હતી.