એસઓજી-મરીન પોલીસે એકટની અમલવારીને લઈ ચેકીંગ ડ્રાઈવ હાથ ધરતા અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા કાર્યવાહી કરી
ગીર સોમનાથના દરીયામાં માછીમારો દ્વારા આચરવામાં આવતી લાલીયાવાડી અટકાવવાના હેતુસર એસઓજી બ્રાન્ચ અને મરીન પોલીસે સંયુક્ત ડ્રાઈવ હેઠળ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં જીલ્લાના અરબી સમુદ્રમાં ગેરકાયદેસર રીતે નિયમોનું ભંગ કરી માછીમારી કરનાર ૧૮ જેટલી ફિશીંગ બોટોના માલીકો સામે ફિશરીઝ એકટના જાહેરનામા ભંગ બદલ ૧૫ જેટલા ગુનાઓ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લાના લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં ફીશરીઝ એકટનું કેવું પાલન થાય છે અને તેની અમલવારી કરાવવા હેતુસર પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સુચનાથી એસઓજી પીઆઈ એન.બી.ચૌહાણ, પીએસઆઈ ઝાલા, લોહા, વાઘેલાના નેતૃત્વમાં સ્ટાફના દેવદાન કુંભારવડીયા, મેરામણ શામળા, ઈબ્રાહીમ બાનવા, પ્રતાપસિંહ ગોહિલ સહિતનાઓએ તા.૧૨ થી ૧૭ ડીસે. પાંચ દિવસ દરમ્યાન સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હેઠળના બંદર વિસ્તારમાં બોટોમાં ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમ્યાન અનેક ફિશીંગ બોટો ટોકન લીધા વગર દરીયામાં માછીમારી કરવા જઈ રહ્યાની, ટોકનમાં દર્શાવ્યા વગરના ઇસમોને સાથે લઈ જતા હોવા સહિત ફિશરીઝ એકટના જાહેરનામાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે દરીયામાં માછીમારી કરવા ૧૮ જેટલી બોટો ગઈ હોવાનું સામે આવ્યુ હતુ. જેના આધારે (૧) આદમ ઈસા મોવાણા-હીરાકોટ બંદર, સુત્રાપાડા (૨) મહેશભાઇ પ્રેમજીભાઈ વધાવી-વેરાવળ બંદર, (૩) જીતુભાઇ જાદવભાઇ સુયાણી-વેરાવળ બંદર, (૪) યોગેશભાઇ દેવજીભાઈ ગોહેલ- વેરાવળ બંદર, (૫) અરવીંદભાઇ પ્રેમજીભાઇ ડાલકી- વેરાવળ બંદર, (૬) અકરમ લાખાભાઇ રાડીયા- જાલેશ્વર વેરાવળ, (૭) જીતેન્દ્ર ખીમજી ફુલબારીયા -સુત્રાપાડા બંદર, (૮) ભાયદાસ જાદવ ફુલબારીયા – સુત્રાપાડા બંદર, (૯) કાસમ આરબ ઢોકી, મછીયારા-મુળદ્રારકા (૧૦) વિનોદ નથુ ગાવડીયા- મુળદ્રારકા (૧૧) નવાઝ રફીક મન્સુરી- નવાબંદર (૧૨) નજીમ રફીક મન્સુરી-નવાબંદર, (૧૩) વસીમ અબ્બાસ મન્સુરી- નવાબંદર (૧૪) મુસ્તાક અબ્દુલા ઢોકી- વેરાવળ, (૧૪) ભાવેશ ભીમા ચૌહાણ-સીમાર, (૧૬) કાના ભીમા ચૌહાણ-સીમાર, (૧૭) દિવ્યેશ પરેશ કોટીયા- વેરાવળ (૧૮) ઇશ્વર બાબુ પીઠડીયા- વેરાવળ વાળાઓ સહિત તમામ સામે ફીશરીઝ એકટના ભંગ બદલ કુલ ૧૫ જેટલા ગુનાઓ મરીન પોલીસમાં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પ્રથમ વખત ફિશરીઝ એકટની અમલવારી અંગે જીલ્લા પોલીસ તંત્રએ વ્યાપક ચેકીંગ હાથ ધરતા અમુક પ્રકારની લાલીયાવારી સામે આવતા પોલીસ તંત્ર સતર્ક બન્યુ છે. આવી ચેકીંગ ડ્રાઈવ સમયાંતરે કરવાનું નક્કી કર્યુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.