ખંભાળિયાની લોહાણા બોર્ડિંગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો

0
ખંભાળિયાની દાયકાઓ જૂની આદરપાત્ર શૈક્ષણિક સંસ્થા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તાજેતરમાં અહીં ભણી ગયેલા બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પાંચમા સ્નેહ સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
       ખંભાળિયાના પોર ગેઈટ વિસ્તાર નજીક આવેલી લોહાણા બોર્ડિંગ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં રહીને અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. બોર્ડિંગના વિદ્યાર્થીઓની કમિટી દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં શહેર તેમજ બહારગામથી ખૂબ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીં આવ્યા હતા. આ આયોજનમાં ગોષ્ઠી, સમૂહ ચર્ચા, રમતગમત, અનુભવ શેરિંગ, હાસ્ય અને સંગીતના સ્ટેજ પ્રોગ્રામ સાથે સવારના સમયે સામૂહિક વ્યાયામ, પગપાળા પ્રવાસ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સમગ્ર આયોજન માટે બોર્ડિંગના સંચાલક મંડળનો પણ સહયોગ સાંપળ્યો હતો.
          આ આયોજનને સફળ બનાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી કમિટીના સિનિયર સભ્યો રમેશભાઈ પોપટ, પ્રદીપભાઈ પાબારી, નરસીદાસ જવાણી, કમલેશભાઈ દાવડા , કલ્પેશભાઈ પાબારી, દીપકભાઈ વિઠલાણી, કનૈયાલાલ દત્તાણી, હરેશભાઈ દતાણી , કૌશિકભાઈ બારાઈએ જહેમત ઉઠાવી હતી.
      આ પ્રસંગે લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ મનુભાઈ મોટાણી તથા સભ્ય હરેશભાઈ બારાઈ, રમણીકભાઇ રાડીયા, મનુભાઈ કાનાણી તથા જ્ઞાતિ આગેવાન પરાગભાઈ બરછા અને એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક એન.કે. બોડા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
      આ કાર્યક્રમના ઉદઘાટનમાં દિપ પ્રાગટ્ય, પૂર્વ સિનિયર વિદ્યાર્થી હરિભાઈ હિંડોચા, કિશોરભાઈ રૂપારેલ, અમૃતલાલ બારાઈ, ઉપેન્દ્રભાઇ સામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાનિક કક્ષાએ કાર્યક્રમનું સંચાલન ઉપેનભાઈ સામાણી અને રમેશભાઈ દત્તાણીએ તેમજ સ્ટેજ સંચાલન દીપકભાઈ વીઠલાણીએ કર્યું હતું.
        મોર્નીંગ વ્યાયામ સંસ્થાના ભૂતપૂર્વ વ્યાયામ શિક્ષક જયેષ્ઠારામ બાપુ દ્વારા કરાવવામાં આવી હતી. જેનું સન્માન કૌશિકભાઈ કાનાણી દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને પૂર્વ વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યો હતો.
error: Content is protected !!